અમરેલીના હંગામી બસ સ્ટેશનનું શૌચાલય બે દિવસથી બંધ કરી દેવામાં આવતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવા બની રહેલા બસ સ્ટેન્ડના બાંધકામ દરમિયાન શૌચાલયની પાઇપલાઇન નાખવાની કામગીરીને લઇ હંગામી બસ સ્ટેશનનું શૌચાલય બંધ કરી દેવામાં આવ્યું છે અને અન્ય કોઇ વ્યવસ્થા પણ નથી કરવામાં આવી. દરરોજ લાખો રૂપિયાની કમાણી કરાવતા મુસાફરોને આ સામાન્ય સુવિધા આપવામાં પણ એસટી તંત્ર ઉણું ઉતર્યું છે.