હનુમાજી મહારાજના પ્રાગટ્ય દિવસે ચૈત્ર સુદ પૂનમને શનિવારે અમરેલી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અને ઇન્ડિયા હેલ્થ લાઈન દ્વારા અમરેલીમાં કાર્યરત ૪૨ જેટલાં સાપ્તાહિક હિન્દુ સંસ્કાર કેન્દ્ર પર હનુમાન ચાલીસાના પાઠ અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર ટીમ દ્વારા ખુબ જ ધામધૂમપૂર્વક દરેક કેન્દ્ર પર હનુમાનજીની સાધના અને પાઠ કરીને હનુમાન જન્મોત્સવ ઉજવાશે. અમરેલીમાં સાવરકુંડલા ચોકડી પર આવેલ ત્રિદેવ મંદિર મહાકાળી મંદિર, કાલભૈરવ મંદિર અને હનુમાનજી મંદિરે શનિવારે સાંજે ૬ઃ૦૦ કલાકથી હનુમાન ચાલીસાના પાઠ અને લોકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ ભોજન પ્રસાદ લેવા રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ જીજ્ઞેશભાઈ કયાડાએ આમંત્રણ પાઠવ્યું છે. આ સાથે ઇન્ડિયા હેલ્થ લાઈન સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડા. દેસાણી અને ઇન્ડિયા હેલ્થ લાઈન જિલ્લા અધ્યક્ષ ડા. ગોંડલીયા દ્વારા ત્યાં સ્થળ પર જ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે.