અમરેલી તાલુકાના સાજીયાવદર ગામે પ્રફુલભાઈ નનુભાઈ વાગડીયાનું ચાર દિવસ પહેલા દુઃખદ અવસાન થયુ હતું. પ્રફુલભાઈ વાગડીયાના નિધનથી વાગડીયા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. સોમવારના રોજ સ્વ. પ્રફુલભાઈ વાગડીયાનું બેસણું રાખવામાં આવ્યું હતું. જેમાં તમામ સમાજના અગ્રણીઓ વાગડીયા પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. આ તકે રાજકોટના સાંસદ પરશોતમભાઈ રૂપાલા, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, જયંતિભાઈ પાનસુરીયા સહિતના આગેવાનોએ સાજીયાવદર ગામે જઈ સ્વ.પ્રફુલભાઈના ભાઈ અશ્વિનભાઈ અને સંજયભાઈ તેમજ સ્મિત પ્રફુલભાઈ વાગડીયાને સાંત્વના પાઠવી હતી.