સમગ્ર રાજ્યના પાંચ તાલુકાની ગ્રામ પંચાયતોમાં અમુક વોર્ડમાં બેલેટ પેપરની ફેરબદલી અથવા પ્રતિક છાપકામમાં થયેલ ક્ષતિઓના કારણે આવતીકાલ તા.ર૦ના રોજ સવારે ૭ થી ૬ વાગ્યા સુધી ફેરમતદાન કરવામાં આવનાર છે. આ રાજ્યના પાંચ તાલુકાઓમાં અમરેલીના સરંભડા ગામે પ્રતિક છાપકામમાં થયેલ ભુલના કારણે ગામના વોર્ડ નં.૧ થી ૪માં સરપંચ પદ અને સભ્ય પદ માટે ફેર મતદાન કરવામાં આવશે તો બગસરાના હડાળા ગામે પણ સરપંચ તથા સભ્યપદ માટે વોર્ડ નં.૧ થી ૪માં ફેર મતદાન કરવાનો રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે આ બન્ને ગામોમાં આવતીકાલે ફેરમતદાન થશે.