અમરેલી તાલુકાના સરંભડા ગામના એક યુવકને ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અમરેલીના સરંભડા ગામે રહેતા પ્રતાપ બાબુભાઈ દાફડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તા.૧૧ના રોજ સાંજના નવ વાગ્યે તરવડા તથા સરંભડા ગામની વચ્ચે મેડી ગામના પાળા પાસે આરોપી રણજીત બિચ્છુભાઈ ડાંગરે પ્રતાપને છાતીમાં ઢીકા મારી મોઢા પર માર માર્યો હતો. જયારે અન્ય આરોપી વિક્રમસિંહ ડાંગરે પીઠ પાછળ માર માર્યો હતો. રણજીતે યુવકને છરી મારવાનો પ્રયત્ન કરતા યુવકે છરી પકડી રાખતા હાથમાં ઈજા થઈ હતી. જેથી પ્રતાપે રણજીત, વિક્રમસિંહ અને એક અજાણ્યા શખ્સ સામે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.