અમરેલીના સરભંડા ગામે મકાન ખાલી કરાવવા મુદ્દે ગાળો આપી મુંઢમાર માર્યાની ઘટના બની હતી. જેને લઈ મૂળ વિસાવદર તાલુકાના નાની મોણપરીના અને હાલ સરભંડા ગામે રહેતા અરવિંદભાઈ દાનાભાઈ મકવાણા (ઉ.વ.૪૨)એ જયેશભાઈ ગોબરભાઈ વાઘેલા, બીનાબેન જયેશભાઈ વાઘેલા તથા અરવિંદભાઈ ગોબરભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, જયેશભાઈએ તેમને મકાન ખાલી કરી દેજે, આ મારા કાકાનું છે તેમ કહી તેમને તથા તેના સાઢુભાઇ જોર જોરથી ગાળો બોલવા લાગ્યા હતા. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ લાકડી વડે માર માર્યો હતો. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.એ.સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.