અમરેલીમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે સમર્થ વ્યાયામ મંદિર ખાતે ક્રિએટિવ યોગા ગ્રુપની બહેનો દ્વારા વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોથી આ અખાડામાં ચાલતા બહેનોના યોગા વર્ગની પરંપરા જાળવી રાખતાં, આ વર્ષે પણ ઉત્સાહભેર ગુરુપૂર્ણિમા ઉજવાઈ હતી. આ પ્રસંગે, બહેનોએ વિવિધ યોગાસનોનું પ્રાયોગિક નિદર્શન કર્યું અને તેના ફાયદા સમજાવ્યા હતા. યોગ અને પ્રાણાયામને લગતી પ્રવૃત્તિઓ ઉપરાંત, ગુરુપૂર્ણિમાને અનુરૂપ સાંસ્કૃતિક નૃત્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા. યોગા વર્ગમાં સેવા આપતા પારૂલબેન ગાંધી, મમતાબેન મહેતા, સંગીતાબેન જીવાણી અને માધવીબેન ભટ્ટનું બહેનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.







































