અમરેલીના સણોસરા ગામે એક યુવકને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે સેલ્સ ઓફિસર તરીકે નોકરી કરતાં હિરેનભાઈ પ્રવિભાઈ દાફડા (ઉ.વ.૨૪)એ ભવાનભાઈ મુળજીભાઈ દાફડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ સણોસરા ગામના ગેઇટ પાસે ઉભા હતા ત્યારે આરોપીએ આવીને પાછળથી પગના નળા ઉપર પાઇપ મારી મુંઢ ઇજા કરી હતી. ઉપરાંત છરી વડે જમણા હાથની આંગળી ઉપર મારી ઇજા કરી અશ્લિલ શબ્દોમાં ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. એચ. ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે.