અમરેલીના સંકુલ રોડ પર ગટરના ઢાંકણા તૂટી જતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં હતા. જેથી આ પ્રશ્ન અંગે અખબારી અહેવાલ પ્રકાશિત થતા જ તંત્રએ આળસ ખંખેરી હતી અને તાત્કાલિક ગટરના ઢાંકણા રિપેર કરવામાં આવતા રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સંકુલ રોડ પર ગટરના ઢાંકણા તૂટી ગયા હોવાથી અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો આ બાબતે પાલિકાને અવારનવાર રજૂઆત કરવામાં આવતા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નહોતી જેથી આ અંગે અખબારમાં અહેવાલ પ્રકાશિત થતાની સાથે તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ઢાંકણાનું રિપેરીંગ કામ હાથ ધરવામાં આવતા રહેવાસીઓને હાશકારો થયો હતો.