અમરેલીના જાણીતા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં ૦૨-૦૩-૨૦૨૬ના રોજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસ્થામાં ગાયોના ગોબરમાંથી બનેલ છાણા તથા કપૂર, ગૂગળ, હવન સામગ્રી અને ગાયના ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોઈ પણ કેમિકલ્સ, કેરોસીન કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન થવાથી આ
પ્રાકૃતિક રીતે થયેલ હોળીનું મહત્વ વિધાર્થીઓને સમજાયું હતું. પર્યાવરણ જાગૃતિ અને પ્રદૂષણ મુક્ત તહેવારોની ઉજવણી કરવી એ આ સંસ્થાની પરંપરા રહેલી છે. લાઠી રોડની સોસાયટીના મોટા પ્રમાણમાં રહેવાસીઓએ આ કાર્યકમમાં હાજરી આપી હતી. શાળાનાં વિદ્યાર્થીઓએ રંગોળીના સુશોભન સાથે હોળીની ગોઠવણી કરી હતી. સંચાલક દિપકભાઈ વઘાસીયાએ સંસ્થા તરફથી દરેકને ખજુર, દાળિયા, ધાણી અને શીંગનો પ્રસાદ વહેંચ્યો હતો.








































