શ્રીજી વિદ્યાર્થી ભુવન અમરેલી શાળામાં તા.ર૩ના રોજ ભારતના મહાન સપૂત અને સ્વાતંત્ર્યવીર સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ દેશભક્તિની ભાવનાથી ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ દ્વારા સુભાષચંદ્રની પ્રતિમાને નમસ્કાર કરી તેમના જીવન અને કાર્યનો વિદ્યાર્થીઓને પરિચય આપી તેમના જીવનમાંથી દેશપ્રેમના પાઠ શીખવાની પ્રેરણા આપી હતી. ઉપરાંત વસંતપંચમી નિમિત્તે સરસ્વતી પૂજન કરી વિદ્યાર્થીઓએ તથા શિક્ષકગણ દ્વારા પુષ્પ અર્પણ કરી નમસ્કાર કરી મા સરસ્વતી પાસે વિદ્યાના દાન માટે આસ્થાભેર નમન કરવામાં આવ્યા હતા. આ તકે સંસ્થાના સંચાલક દીપકભાઈ વઘાસીયા તથા વિલાસબેન વઘાસિયાએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને સુંદર કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.