અમરેલીના શ્રીજી વિદ્યાર્થી ભુવન ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર જયંંત નિમિત્તે શાળામાં વિવિધ કર્યક્રમોનું આયોજન કરાવામાં આવ્યું હતું. જેમાં ડો. બાબાસાહેબના જીવન અને કાર્યો વિશે પ્રસંગોચિત વ્યક્તવ્યોનું આયોજન કરાવમાં આવ્યુ હતું. સાંપ્રત સમયમાં સમરસતાની ખૂબ જ જરૂર હોય ત્યારે સમાજના ઉપેક્ષિત વર્ગ માટે કરેલું કામ છેવટે તો સમગ્ર સમાજને તંદુરસ્ત બનાવે છે. જેવા વિષયો અને પ્રસંગો તથા ડો. બાબાસાહેબ આંબેડકરનું બંધારણ ઘડતરમાં પ્રદાન વગેરે વિષયો પર પ્રાર્થના સભામાં પ્રવચન આપેલ. આ કાર્યક્રમમાં સંસ્થાના સંચાલક દિપકભાઈ વઘાસીયા તથા વિલાસબેન વઘાસીયાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.








































