અમરેલીના શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રો દ્વારા ચૈત્ર સુદ પૂર્ણિમા હનુમાન જયંતીની ખૂબ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન રામના પરમ ભક્ત શ્રી હનુમાનજીનું જીવન સમગ્ર ભારતવાસીઓના હૃદયમાં સ્થાન ધરાવે છે. શ્રી રામના કાર્ય માટે સતત દોડનાર, રામના દાસ હનુમાન કર્મયોગનું પ્રતીક છે. જીવનમાં માનવને નિર્ભયતાનો સંદેશ આપે છે. ભારતીય સંસ્કૃતિનું ખૂબ જ લોકપ્રિય અને સૌના માનસપટમાં સ્થિર ચરિત્ર હનુમાનજી છે. તેમના જન્મોત્સવે વિદ્યાર્થીઓએ હનુમાન ચાલીસાનું ગાન કરી તેમનું ભાવપૂર્ણ પૂજન કર્યું હતું. શ્રીજી વિદ્યાર્થી ભુવનના સંચાલક દીપકભાઈ અને વિલાસબેન વઘાસીયાએ વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણ સાથે હનુમાન જયંતીની ઉલ્લાસથી ઉજવણી કરી હતી.









































