અમરેલીમાં શ્રીજી વિદ્યાર્થી ભુવન-શ્રી સરસ્વતી વિદ્યાલયના આંગણે મા જગદંબાના આરાધના પર્વ નવરાત્રિને ખૂબ જ ભક્તિભાવથી ઉજવવામાં આવ્યુ. તા. ૮/ ૧૦ ના રોજ શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ પાંચથી ૧૨ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં પરંપરાગત વેશભૂષામાં ભાગ લીધો હતો, જેમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારને પ્રોત્સાહન ઇનામો આપી બિરદાવવામાં આવ્યા હતા. આવી સુંદર સ્પર્ધા યોજવા બદલ સંચાલક દીપકભાઈ વઘાસિયા અને વિલાસબેન વઘાસીયાને તમામ સ્ટાફગણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.