અમરેલી તાલુકાના શેડુભાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અતિ જોખમી સગર્ભા બહેનો, કેન્સર પીડિતો અને અન્ય જરૂરિયાતમંદોને તાત્કાલિક લોહી મળી રહે તે હેતુથી ડો. શાંતાબા મેડિકલ હોસ્પિટલ, અમરેલીના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. શેડુભાર ઁૐઝ્રના સુપરવાઈઝર વનરાભાઈ, સ્ઁૐઉ સાગરભાઈ અને ગ્રામજનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં કુલ ૧૨ બોટલ રક્ત એકત્રિત થયું હતું. સરપંચ મંજુલાબેન કુંભાણી, ઉપસરપંચ ભઈલુભાઇ વાળા, રમેશભાઈ કોટડીયા સહિતના આગેવાનો અને આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો તથા સ્ટાફે હાજર રહીને કેમ્પને સફળ બનાવ્યો હતો.









































