અમરેલીના શેડુભાર ગામે સરકાર આપને દ્વારના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેન્કિંગ સેવાઓ, આવક અને જાતિના દાખલાઓ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્રો જેવી અનેકવિધ પ્રજાલક્ષી સેવાઓ સ્થળ પર જ આપવાના હેતુથી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કા અંતર્ગત શેડુભાર અને આજુબાજુના ૮ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રજ્ઞાબેન સાવલિયાના હસ્તે કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે અમરેલી નાયબ કલેક્ટર સી.કે. ઉંધાડ, અમરેલી મામલતદાર તેમજ વહીવટી તંત્ર અને પંચાયત તેમજ અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.