અમરેલીના શેડુભાર ગામે એસબીઆઈની બ્રાન્ચ આવેલી છે અને આ બેન્કમાં આજુબાજુના ગામોના લોકોના ખાતા પણ છે. જેમાં ખીજડીયા રાદડિયા, હરીપુરા, સુરગપુરા, મોટા માચીયાળા અને શેડુભાર સહિતના ગામલોકો અને ખેડૂત ખાતેદારો એકાઉન્ટ ધરાવે છે. બેન્કીંગ કામગીરી પણ સારી છે અને લોકોની સુવિધા માટે અહીં એટીએમ મશીન મુકવામાં આવેલ છે. પરંતુ આ મશીન ઘણા લાંબા સમયથી બંધ થઈ ગયેલ છે અને રકમ ઉપાડનાર લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં હોય બેન્કમાં સમયનો વ્યય થાય છે. નાની રકમ ઉપાડવા માટે પણ બેન્કની લાંબી પ્રોસેસમાંથી પસાર થવુ પડે છે જેના કારણે ભારે હાલાકી પડી રહી છે.
તો આ બાબતે અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ વિપુલ પોંકીયા દ્વારા શાખા મેનેજરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.