(એ.આર.એલ),અમરેલી,તા.૧૬
પુણાની અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટ નજીક પ્લાÂસ્ટકના કચરાના ઢગલામાંથી મળી આવેલી અજાણ્યા યુવાનની હત્યા થયેલી લાશ મળી આવવાની ઘટનામાં ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં મૃતકની ઓળખ કરવાની સાથે હત્યારા એવા લેણદાર એમ્બ્રોઇડરી કારખાનેદાર સહિત બે ની ધરપકડ કરી છે.
પુણા-સારોલી રોડ સ્થત અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટ નજીક રોડની સાઇડમાં પ્લાસ્ટકના કચરાના ઢગલામાંથી ગત બપોરે અજાણ્યા યુવાનની હત્યા કરી મીણીયા કોથળા અને બ્લેન્કેટમાં બાંધીને ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી.
આ ઘટનામાં ક્રાઇમ બ્રાંચે ૧૦૦ પોલીસ જવાનની ૧૨ ટીમ બનાવી ફોટોના આધારે તપાસ કરતા મૃતક ઇમરાન ગુલાબભાઇ કુરેશી (ઉ.વ. ૩૫ રહે. બાબરા ગામ, અમરોલી) હોવાનું અને તેની હત્યા તેના હમવતની મિત્ર જતીન ગોરધન ખોખરીયા (ઉ.વ. ૨૮ રહે.ક્રિષ્નાપાર્ક, છેલ્લી શેરી, સીમાડા અને મૂળ. ખોખરીયા, અમરપરા, તા. બાબરા. અમરેલી) એ કર્યાનું બહાર આવ્યું હતું.જેથી પોલીસે જતીનની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે દોઢ-બે વર્ષ અગાઉ ઇમરાન પાસેથી એક વર્ષની મુદ્દતે ઉછીના રૂ. ૩.૫૫ લાખ લઇ સુરત આવ્યો હતો અને આંજણાના જયનારાયણ ઇન્ડસ્ટ્રીયમાં એમ્બ્રોઇડરી કારખાનું શરૂ કર્યુ હતું. પરંતુ વર્ષ પહેલા જ ઇમરાને ઉઘરાણી શરૂ કરી ગાળાગાળી અને માર મારતો હતો. ઉપરાંત સુરતથી અપહરણ કરી બે દિવસ વતનમાં લઇ જઇ ગોંધી રાખ્યો હતો. જેથી તેને રૂ. ૩.૫૫ લાખ ચુકવી દીધા હતા પરંતુ પુનઃ પૈસાની જરૂર પડતા ૨૦ દિવસ માટે રૂ. ૧.૫૫લાખ લીધા હતા.