અમરેલીના એક શખ્સે ફરિયાદી પાસેથી નાણા ઉછીના લીધા બાદ ચેક આપ્યો હતો જે ચેક રીટર્ન થતા આરોપીને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. અમરેલીમાં રહેતા મુળજીભાઈ લખમણભાઈ માધડે ફરિયાદી પ્રફુલભાઈ નાથાભાઈ યાદવ રહે. રીકડીયાવાળાને રૂ.૮૭૦૦૦નો ચેક આપેલ હતો જે ચેક બેન્કમાં નાખવામાં આવતા રીટર્ન થયો હતો. જેથી આ કેસ અમરેલીની ચીફ કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ જગદીશ બી. ખુમાણે ધારદાર દલીલ કરતા કોર્ટે આરોપી મુળજીભાઈને એક વર્ષની સજા અને ચેકની રકમ આપવા આદેશ કર્યો હતો જા રકમ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે.