અટલ બિહારી બાજપાયીજીના જન્મદિન નિમિત્તે અમરેલી શહેરના વોર્ડ નં. ૧૧માં સહકારી અગ્રણી દિલીપભાઇ સંઘાણી દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે વોર્ડના પ્રભારી ભાવેશભાઇ વાળોદરા સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અતુલપુરી ગોસાઇ, દિલાભાઇ વાળા, સન્નીભાઇ ડાબસરા, સંગીતાબેન હરેશભાઇ ચાવડા, ભાનુબેન કાનાણી તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા હતા અને જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કર્યું હતું. આ તકે અતુલપુરી ગોસાઇ દ્વારા સ્વ. અટલબિહારી બાજપાયીજીના જીવન-કવન વિશે સંક્ષિપ્તમાં માહિતી આપવામાં આવી હતી.