અમરેલીના ઇન્દીરા શોપીંગ સેન્ટર એન્ડ વેજીટેબલ માર્કેટ વેપારી એશોસીયન દ્વારા નગરપાલિકાના ચીફ ઓફીસરને લેખિત પત્ર પાઠવીને શહેરના મુખ્ય રસ્તાઓની તાત્કાલિક મરામત કરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે.
વેપારી એસોસિએશન વતી યોગેશભાઈ કોટેચા દ્વારા મોકલવામાં આવેલા આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, અમરેલી શહેરમાં આવેલા મુખ્ય વેપારી એરિયાના માર્ગો એકદમ ખરાબ થઈ ગયા છે, જેથી તેની તાકીદે મરામત કરવી જરૂરી છે. પત્રમાં ખાસ ઉલ્લેખ કરાયો છે કે, લાઇબ્રેરી રોડ-નાગનાથ ચોકથી ટાવર સુધીનો રસ્તો, હરી રોડ અને રામજી મંદિર રોડ વગેરે જેવા તમામ રસ્તાઓ વેપારીઓથી ધમધમતા મુખ્ય માર્ગો છે અને હાલમાં ખૂબ જ બિસ્માર સ્થિતિમાં છે. વેપારી સમાજ વતી નગરપાલિકા સમક્ષ વિનંતી કરવામાં આવી છે કે વેપારીઓની આ માંગણીને યોગ્ય સમજીને આ તમામ ખરાબ માર્ગોનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે જેથી વેપાર-રોજગારમાં મુશ્કેલી ન પડે.







































