અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તાલુકાના તમામ ગામોમાં મફત કાનૂની માર્ગદર્શન આપવા ઝુંબેશનો પ્રારંભ કરી દેવાયો છે. જે અંગે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પી.એલ.વી. સભ્ય મુકેશભાઇ ભટ્ટ તેમજ અન્ય સભ્યો દ્વારા લોકોને કાનૂની માર્ગદર્શન મળી રહે તે અંગે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જેમાં અમરેલીની અજમેરા હાઇસ્કૂલ દ્વારા પણ સહકાર આપવામાં આવી રહ્યો છે.