અમરેલીના વિઠ્ઠલપુર ગામે ગોંડલીયા પરિવાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકિયા અને આયુષ્યમાન આરોગ્ય મંદિર પીઠવાજાળના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાશે. આ કેમ્પ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ શ્રી વ્રજધામ શ્રી સુરાપુરા હરજીદાદાની ડેરી, વિઠ્ઠલપુર ખાતે આજ તારીખ ૦૯ને રવિવારના રોજ સવારે ૧૦ઃ૦૦ થી ૧ઃ૦૦ દરમિયાન યોજાશે. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને રક્તદાતાઓ ઉત્સાહભેર ભાગ લઈને માનવતાના આ કાર્યમાં સહયોગ આપશે. આ આયોજનને લીધે અનેક જરૂરિયાતમંદ દર્દીઓને મદદ મળી રહેશે.








































