અમરેલીના વાંકિયા ગામે રહેતો એક યુવક રોફ જમાવવા શેરીઓમાં ખુલ્લી તલવાર લઇને નીકળ્યો હતો અને સમાજને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે ધીરૂભાઈ પ્રભુભાઈ જુવાદરીયા(ઉ.વ.૬૦)એ શક્તિ મંગળુભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, તા.૧૦/૦૬/૨૦૨૨ ના રાત્રીના અગિયારેક વાગ્યે શક્તિ મંગળુભાઇ વાળા ગામમાં રોફ જમાવવા અને ભય ફેલાવવાના હેતુથી ખુલ્લેઆમ તલવાર લઇ ગામની શેરીઓમાં નીકળ્યો હતો તથા સમાજને સાગમટે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત ફટાકડા ફોડીને તોફાન કર્યા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.જી.મોરી વધુ તપાસ કરી રહ્યા છે.