અમરેલી-લાઠી માર્ગ પર આજે વહેલી સવારે અકસ્માત બન્યાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે અમરેલીથી લાઠી માર્ગ પર આવેલા વરસડા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વેગનઆર કારના હેડલાઈટ સહિત બોનેટવાળા ભાગને ભારે નુકસાની થઈ હતી. સદ્દનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.