અમરેલીના વરસડા ગામે પેટ્રોલ પંપ પાસેથી પોલીસે કતલખાને ધકેલાતા ૯ જીવોને બચાવી લીધા હતા. અમરેલીમાં રહેતા યાસીરભાઈ હબીબભાઈ કાલવા તથા રીયાજભાઈ હુસૈનભાઈ કાલવા દ્વારા ટ્રકમાં કોઈપણ ઘાસચારા કે પાણીની સગવડતા વગર ખીચોખીચ ભરીને કતલખાને લઈ જવામાં આવતી ૭ ભેંસ તથા ૨ પાડાને બચાવ્યા હતા. પોલીસે કુલ મળીને ૬,૯૫,૦૦૦નો મુદ્દમાલ જપ્ત કર્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એન. જાદવ વધુ તપાસ કરી રહ્યા છે.