અમરેલીના વડેરા ગામે રહેતી એક યુવતીને તેમના જ ગામનો યુવક ભગાડી ગયો હતો. જેને લઈ યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મગનભાઈ લવજીભાઈ સોજીત્રા (ઉ.વ.૫૫)એ તેમના જ ગામના પાર્થ વિનુભાઈ સોહલીયા સામે તેમની દીકરી રીના (ઉ.વ.૨૩)ને ભગાડી ગયાની ફરિયાદ નોંધાવી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.ડી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.