વડિયામાં મતદાનને લોકશાહીનું સૌથી મોટુ પર્વ ગણી શાળાના શિક્ષકો દ્વારા ગ્રામપંચાયતના પટાંગણમાં ‘ચૂનાવ કા પર્વ દેશ કા પર્વ’ ના સ્ટીકર લગાવી અચુક મતદાન કરવા મતદાનનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. ઉપરાંત વિવિધ પ્રકારની રંગોળી અને સુશોભન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.