અમરેલીના લીલીયા રોડ પર આવેલી શ્રીમંદ-ર રેસિડેન્સીમાં બપોરના સમયે કાળઝાળ ગરમી વચ્ચે ગેસ પાઇપલાઇનમાંથી અચાનક લીકેજ થતા આગ લાગી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક અમરેલી ફાયર ટીમને જાણ કરી હતી. ફાયર ટીમે ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આ ઘટનાને કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ફાયર વિભાગના ઈન્ચાર્જ ઓફિસર એચ.પી. સરતેજાની ટીમના સાગર પુરોહિત, આશિષ જાની, કૃષ્ણભાઈ ઓળકિયા, ધવલ ચાવડા અને ધર્મેશ જુવાદરીયા દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી.