સમગ્ર વિશ્વમાં ૨૫ સપ્ટેમ્બરના રોજ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ફાર્માસિસ્ટ એ આરોગ્ય વિભાગની સેવામાં જોડાયેલ પડદા પાછળનો સાચો હીરો છે. આ દવાખાનું શબ્દમાં સંકળાયેલ દવા શબ્દ જ ફાર્માસિસ્ટની ઓળખાણ આપે છે. દવાના સંશોધનથી શરૂ કરીને બનાવવાથી લઈ લોકોને આપવા સુધીની જવાબદારી બનતી હોય છે. ફાર્માસિસ્ટ દિવસે લોકોના સારા સ્વાસ્થ માટે કામગીરી કરનાર પડદા પાછળના હીરો લીલીયા સિવિલ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા અમિતભાઈ સી. ટાંક અભિનંદનને પાત્ર છે અને તેમના દ્વારા લીલીયા ઝ્ર.ૐ.ઝ્ર.માં ગરીબ દર્દીઓને બિસ્કિટ, ફળ, નાસ્તાનું વિતરણ કરવામાં આવેલ તેમ ઈમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે.