અમરેલીના લાપાળીયા ગામે સમાધાનના મનદુઃખમાં યુવકને લોખંડની પાઈપનો ઘા મારવામાં આવ્યો હતો. બનાવ અંગે શાંતાબેન દિનેશભાઈ વાઘેલા (ઉ.વ.૩૫)એ રમેશભાઈ કવતીભાઈ વાઘેલા, નાગજીભાઈ ભાકુભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમને તથા આરોપીને અગાઉ ફરિયાદ થયેલ અને સમાધાન થયું હતું. જે અંગેનું અગાઉનું મનદુઃખ રાખી આરોપીઓએ તેમને ગાળો આપી હતી. તેમજ લોખંડના પાઇપનો ઘા માથામાં કપાળના ભાગે મારી ચાર ટાંકા લાવી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત તેમના દીકરા સાહેદ જયરાજને લોખંડના પાઇપનો એક ઘા માથામાં મારી મુંઢ ઇજા કરી એકબીજાને આરોપીઓએ મદદગારી કરી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.કે. ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.






































