અમરેલી જિલ્લાના લાપાળીયા ગામે આશરે રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા નૂતન રામજી મંદિરનો પ્રથમ પાટોત્સવ ભારે ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ મંગલ પ્રસંગે સમગ્ર ગ્રામીણ પંથકમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ છવાયો હતો. ખાસ કરીને વતનના વહાલ ખેંચાઈને સુરતથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.ઉત્સવના પ્રારંભે સવારે ૮ઃ૦૦ કલાકે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિઓનું વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક અને પૂજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિ બાદ માનવતા અને જીવદયાના
આભાર – નિહારીકા રવિયા કાર્યરૂપે ગામમાં કીડીયારું પૂરવામાં આવ્યું હતું અને ગૌમાતાને ઘાસચારો અર્પણ કરાયો હતો. બપોરના સમયે ગામના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભજન મંડળીઓ અને પરંપરાગત વાદ્યોના તાલે ગ્રામજનો ઝૂમી ઉઠ્યા હતા.આ અવસરે ‘ગામ સમસ્ત’ ધુમાડાબંધ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં દાતાઓ દ્વારા ઉદાર હાથે દાનની સરવાણી વહેવડાવવામાં આવી હતી. રાત્રિના સમયે યોજાયેલા રાસ-ગરબાના કાર્યક્રમમાં અબાલ-વૃધ્ધ સૌ કોઈ ઉત્સાહભેર જોડાયા હતા. આમ, રામજી મંદિરના પ્રથમ પાટોત્સવે લાપાળીયા ગામને ભક્તિના રંગે રંગી દીધું હતું.










































