અમરેલી શહેરના લાઠી રોડ પર આવેલ માધવ નગર સોસાયટી ખાતે લો વોલ્ટેજ તેમજ હાઈ વાલ્ટેજ પ્રશ્ન અંગે અમરેલી શહેર ભાજપ મહામંત્રી ભરતભાઈ મકવાણાએ રજૂઆત કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ તરત જ પીજીવીસએલના અધિકારી પરીખ સાથે ટેલિફોનિક વાત કરીને દિવસ ૩ માં જ આ પ્રશ્નનો ઉકેલ લાવવા સૂચના આપેલ છે. જાગૃત ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના કામથી શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે.