અમરેલીના લાઠી રોડ પર આવેલા માધવનગર ૧માં પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. સોસાયટીના પ્રવેશદ્વાર પાસે જ રસ્તા પર ગંદા પાણી ભરાઈ રહેતા, રહેવાસીઓને તેમાંથી પસાર થવું પડે છે. સ્થાનિક રહેવાસી મેહુલભાઈ એમ. ભટ્ટની આગેવાની હેઠળ, સ્થાનિકોએ આ સમસ્યા અંગે જિલ્લા કલેકટર અને ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. ભરાયેલા ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. તેમણે વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.
અમરેલીના અન્ય વિસ્તારોમાં પણ રસ્તા પર ગંદકી અને પાણી ભરાવાની સમસ્યા હોવાની રજૂઆત થઈ છે.






































