આરોપીએ પંચાયત ઓફિસમાં જઈ ધમાલ મચાવી
અમરેલીના રીકડીયા ગામે પંચાયત ઓફિસમાં એક યુવકને મારી સામે ડોળા કેમ કાઢે છે તેમ કહી ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે નરેન્દ્રભાઈ મંગળુભાઈ વાળા (ઉ.વ.૩૫)એ રણજીતભાઈ ઉર્ફે બાબભાઈ ઓધડભાઈ હુદડ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીએ પંચાયત ઓફિસમાં આવીને શું કામ મારી સામે ડોળા કાઢે છે તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.જી. ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.