અમરેલીના રાજુલામાંથી યુવકની લાશ મળતા ચકચાર મચી જવા પામી. રાજુલાના ચૌત્રા ગામની વાડીમાથી યુવકની લાશ મળી. વાડીમાંથી મળેલ યુવકના મૃતદેહને રાજુલા હોસ્પિટલમાં ખસેડાયો. પોલીસે યુવક મામલે સામાન્ય તપાસ કર્યા બાદ મૃતકના પરિવારજનોને જાણ કરી. જેના બાદ મૃતકના પરિવારજનો હોસ્પિટલમાં પહોંચ્યા. યુવકની લાશ મળ્યા પ્રાથમિક તપાસ કરી રહેલ પોલીસને હજુ શોધી આ બનાવને લઈ કોઈ વધુ માહિતી મળી નથી. મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડાયો. જેના બાદ સામે આવશે કે યુવકે સુસાઈડ કર્યું છે કે તેની હત્યા કરવામાં આવી છે.
રાજુલામાં યુવકની લાશ મળ્યાની ઘટનામાં પોલીસ સંબંધિત જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી. પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ સુસાઈડ નોટ હાથ લાગી નથી. તેમજ યુવકના મૃતદેહ પર ગંભીર ઇજાના કોઈ નિશાન હાલમાં દેખાયા નથી. પોલીસને શંકા છે આ યુવકને કોઈ ખાવાની વસ્તુ આપી મોતને ઘાટ ઉતાર્યો હોઈ શકે. ચૈત્રા ગામની વાડીમાં યુવકની લાશ કોઈ મૂકી ગયું કે પછી કોઈ અદાવતમાં યુવકને ઝેર અથવા તો એવી કોઈ વસ્તુ આપવામાં આવી હોય જેનાથી તેનું મૃત્યુ થાય. કે પછી યુવકે આત્મહત્યા કરી છે? હાલમાં પોલીસ યુવકના પરીવારજનો પાસેથી તેના સંબંધિત વધુ માહિતી લઈ રહી છે. તેમજ ફોરેન્સિક રીપોર્ટ બાદ બનાવને લઈને વધુ તથ્યો પોલીસની સામે આવશે.