અમરેલી શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે નગરપાલિકાના ઢોર પકડતા વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા રાહદારીઓ હેરાન થઈ રહ્યા છે. અમરેલી શહેરના હાર્દ સમા રાજકમલ ચોકમાં ગઈકાલે આખલાઓએ યુદ્ધ કર્યું હતું જેના કારણે રસ્તે નીકળતા લોકોને હાડમારી સહન કરવી પડી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.