ભારે વરસાદથી અમરેલી તાલુકાનો રંગપુર સણોસરા માર્ગ અસરગ્રસ્ત બન્યો હતો. પાણીના તીવ્ર પ્રવાહથી આ રસ્તાની બન્ને બાજુએ વધુ માત્રામાં ધોવાણ થયું હતું. અમરેલી જિલ્લા માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળના આ રસ્તાનું મરામત કાર્ય અમરેલી જિલ્લા માર્ગ અને મકાન પંચાયત તંત્ર દ્વારા ત્વરાભેર પૂર્ણ કરવામાં આવ્યું હતું. જેસીબી મશીનની મદદથી આ માર્ગનું જરુરી મરામત કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. રસ્તાનું વધારે ધોવાણ ન થાય તે માટે માર્ગ મરામત માટેની આવશ્યકતા મુજબ પથ્થર અને રેતી – સિમેન્ટના મિશ્રણના ઉપયોગ થકી રસ્તાના સમારકામની કામગીરી અમરેલી જિલ્લા માર્ગ અને મકાન પંચાયત તંત્ર દ્વારા કરવામાં આવી હતી.





































