મોણપુર ગામે વાવડી રોડ પ્લોટ વિસ્તારમાંથી પોલીસે સાત શકુનીને જુગાર રમતાં ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ૩૨,૨૫૦ રોકડા જપ્ત કર્યા હતા. જાદવભાઇ ભાલાળા, વિનુભાઇ ભાલાળા નીતીનભાઇ ભાલાળા, અમીતભાઇ ભાલાળા, હરેશભાઇ ભાલાળા, વિનુભાઇ ભાલાળા તથા કમલેશભાઇ ભાલાળાને પૈસા-પાના વડે હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમતાં કુલ રોકડ રૂ..૩૨,૨૫૦ સાથે દબોચીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. પકડાયેલા ઇસમો પૈકી ચાર હીરા ઘસવાનું કામ કરતાં હોવાનું પોલીસ ચોપડે જાહેર થયું હતું. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ કે.એ.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.