અમરેલી તાલુકાના મોટા ગોખરવાળા ગામે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ અંદાજિત રૂ.૧૬ લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યુ હતું. આ વિકાસ કાર્યોમાં ગામની સુરક્ષા માટે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા, સી.સી. રોડનું નિર્માણ, પ્રાથમિક શાળામાં ડોમ અને કોઝ-વે બનાવવાના કાર્યોનો સમાવેશ થાય છે. આ કાર્યોથી ગામના લોકોને આધુનિક સુવિધાઓ મળશે અને ગામનો વિકાસ થશે. ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ મોટા ગોખરવાળા ગામે લાખો રૂપિયાના કામની ગ્રાન્ટ ફાળવતા ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર માન્યો હતો.