હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજજો આપવામાં આવ્યો છે. કેટલાક લોકો પોતાના હિત ખાતર ગાયની કતલ કરતાં અચકાતા નથી. આવા તત્વો સામે અમરેલી પોલીસે લાલ આંખ કરી છે. શહેરમાંથી પોલીસે ૫૦ કિલો ગૌમાંસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોટા ખાટકીવાડ ખાતે રહેતો આશીફભાઇ અલારખભાઇ તરકવાડીયા ગાય હિન્દુ ધર્મનું પવિત્ર પ્રતિક માનવામાં આવતી હોવાનું જાણવા છતા હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય કરી પોતાનો આર્થિક ફાયદો મેળવવાના ઇરાદે ગૌવંશ કાપી, તેનું લોહી તથા અન્ય ખરાબ કચરો નગરપાલિકાની ખુલ્લી ગટરમાં નાખી જાહેરમાં ઉપદ્રવ ફેલાવતા ઝડપાયો હોતા. કાર્યવાહીમાં લોખંડના કોયતા, લાકડાનો ઢેબો, ગૌમાસ ૫૦ કિલોગ્રામ કિ.રૂ.૪૦૦૦ સહિતના મુદામાલ સાથે આરોપી રેઇડ દરમિયાન મળી આવ્યો હતો.