અમરેલી જિલ્લાની મોટા આંકડીયા બેઠક પર મતદાન પ્રક્રિયા દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપ અને આમ આદમી પાર્ટી (છછઁ) ના કાર્યકરો સામસામે આવી જતાં મતદાન મથક પર હોબાળો મચ્યો હતો. વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ‘આપ’ના કાર્યકર હાર્દિક વઘાસીયાએ સોશિયલ મીડિયા લાઈવ દ્વારા ગંભીર આક્ષેપ કર્યો કે ભાજપ દ્વારા મતદાન મથક પર ‘ડુપ્લીકેટ’ એજન્ટ બેસાડવામાં આવ્યો છે.
આ આક્ષેપો બાદ બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદમાં ‘ટપલીદાવ’ એટલે કે સામાન્ય ઝપાઝપીમાં ફેરવાઈ હતી. પરિસ્થિતિ વણસતા સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો શાંત પાડ્યો હતો.





































