અમરેલીના મુસ્લિમ વિસ્તારમાં રોડ, આંગણવાડી, બગીચા જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સ્થાનિક અગ્રણીએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી. આવનારા દિવસોમાં મહોરમ આવનાર હોવાથી અમરેલીના મુસ્લિમ વિસ્તારમાં જાવેદખાન પઠાણ દ્વારા નવા રોડ બનાવી આપવા રજૂઆત કરવામાં આવી હતી. જ્યાંથી તાજીયા નીકળે છે તે તમામ રોડ તૂટી ગયેલ હોય તે બનાવવાની માગણી કરેલ છે. જેમાં જૂની જેલ, આરબવાડા મસ્જિદ, સિપાઈ જમાત ખાના વિસ્તાર, અનેક મુખ્ય રોડ કે જે તૂટી ગયેલ છે અને અનેક એવા પણ રોડ છે જે હજુ નવા બન્યા છે અને તે ગેરંટી પિરિયડમાં તૂટવા લાગ્યા છે તેની તપાસ કરીને તાત્કાલિક એજન્સી પાસે ફરીવાર રોડ બનાવવામાં આવે. સંધી સોસાયટી, બાગે જહેરા, મણિનગર, મીની કસ્બામાં અનેક નવા રોડ હજુ બનાવવાના બાકી હોય તેને પણ તાત્કાલિક બનાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં.૧ અને ૭માં આંગણવાડી, બગીચાની પણ ખુબ જરૂર છે.







































