અમરેલીના મીની કસ્બાવાડ વિસ્તારમાં શેરી નં. ૧માં આવેલ રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી થતા આધેડ દ્વારા અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મીની કસ્બાવાડ શેરી નં. ૧માં રહેતા બરકતભાઇ ઉર્ફે બકુલભાઇ મુસાભાઇ કેશવાણી (ઉ.વ.પ૭)એ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના રહેણાંક મકાનમાં કબાટમાં રાખેલ સોનાની કડી તથા ચાંદીની વીંટી મળી કુલ રૂ. ૧ર,પ૦૦નો મુદ્દામાલની ચોરી થઈ હતી. પોલીસે તપાસ દરમિયાન અબ્દુલ બ્લોચ નામના શખ્સને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.