અમરેલી જિલ્લાના માલવણ ગામે એક વૃધ્ધનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. મરણજનાર વૃધ્ધે પોતાના ઘરના દાદરા પરથી કૂદકો માર્યો હતો કે અકસ્માતે પડી ગયા હતા તે અંગે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. વિક્રમભાઇ નાજાભાઇ છૈયા (ઉ.વ.૪૨) એ જાહેર કર્યા મુજબ, મરણજનાર રામુબેન ઉર્ફે રામબાઇબેન નાજાભાઇ છૈયા (ઉ.વ.૫૮) છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક ચિંતામાં હતા. આ ચિંતા પાછળના મુખ્ય બે કારણો સામે આવ્યા હતા. નાના દીકરાએ અગાઉ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો, જેના આઘાતમાંથી વૃધ્ધ હજુ બહાર આવ્યા નહોતા. ઉપરાંત વનરાજભાઈની પત્નીએ તેમને જણાવ્યું હતું કે વાડીમાં તમારો કોઈ હક નથી. આ વાતને લઈને વૃધ્ધ સતત મુંઝવણ અને ચિંતામાં રહેતા હતા. આ આર્થિક અને પારિવારિક વિખવાદોના કારણે માનસિક તણાવમાં રહેતા વૃધ્ધે પોતાના ઘરે દાદરા ઉપરથી નીચે ઝંપલાવ્યું હતું કે આકસ્મિક રીતે પડી ગયા હતા કે આપઘાત કરવાના ઇરાદે ઠેકડો માર્યો હતો, તે રહસ્ય હજુ અકબંધ છે.