અમરેલી વિદ્યાસભા સંકુલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત, સૌરાષ્ટ્ર પ્રાંતનો સંઘ શિક્ષાવર્ગ (દ્વિતિય વર્ષ) ચાલી રહ્યો છે. આ શિક્ષાવર્ગતા.ર૮/પ સુધી ચાલવાનો છે. ત્યારે સંઘ શિક્ષાવર્ગમાં આવેલા શિક્ષાર્થીઓનું આજરોજ તા.ર૩ના રોજ સાંજે ૬ઃ૩૦ કલાકે પૂર્ણ ગણવેશમાં બેન્ડ સાથે પથસંચલન કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્ણ ગણવેશમાં સજ્જ શિક્ષાર્થીઓ અમરેલી શહેરના જાહેરમાર્ગો પર બેન્ડ સાથે નિકળશે. વિદ્યાસભા ખાતેથી ૬ઃ૩પ કલાકે પથસંચલનની શરૂઆત થશે. અને ત્યાંથી કોલેજ સર્કલ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, નાગનાથ મંદિર, મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલ, ઝુલેલાલ મંદિર, ફોરવર્ડ સર્કલ, શાંતાબા મેડિકલ કોલેજ, કોલેજ સર્કલ અને વિદ્યાસભા ખાતે આ પથસંચલનનું સમાપન કરવામાં આવશે.