અમરેલીમાં એક મહિલા ડાક્ટર સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી હતી. ડાક્ટરનું ક્રેડિટ કાર્ડ એક્ટિવેટ થયું ન હોવા છતાં, અજાણ્યા ઠગે તેમને ફોન કરીને કેન્સલ કરાવવાના બહાને ઓનલાઈન છેતરપિંડી આચરી અને તેમના ખાતામાંથી કુલ રૂ.૧,૦૬,૨૬૩ની રકમ સેરવી લીધી હતી.
ફરિયાદી મહિલા ડાક્ટર અપેક્ષાબેન મહેન્દ્રભાઇ પારેખ (લીંબાચીયા)ના જણાવ્યા મુજબ, તેમના મોબાઇલ પર ટેલિફોન નંબર ૦૭૯૩૯૦૨૦૨૦૨ પરથી અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે ડાક્ટરનું ક્રેડિટ કાર્ડ કેન્સલ કરાવવાની વાત કરી હતી. કાર્ડ કેન્સલ કરાવવા માટે આરોપીએ ડાક્ટર પાસે તેમના મમ્મીનું નામ અને જન્મતારીખ પૂછી હતી. ત્યાર બાદ, આરોપીએ મોબાઇલ નંબર ૬૨૦૪૦૧૫૨૬૧ પરથી ડાક્ટરના વાટ્‌સએપ ઉપર ‘જીમ્ૈં ઝ્રઇઈડ્ઢૈં્‌ ઝ્રછઇડ્ઢ’ નામની એક છઁદ્ભ ફાઇલ (એપ્લિકેશન ફાઇલ) મોકલી હતી. આ ફાઇલ દ્વારા ડાક્ટરને વિશ્વાસમાં લઈ, અજાણ્યા આરોપીએ તેમની જાણ બહાર ક્રેડિટ કાર્ડના ખાતામાંથી જુદા-જુદા પાંચ ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂ.૧,૦૬,૨૬૩નું ઓનલાઈન ફ્રોડ કરીને છેતરપિંડી કરી હતી.
મહિલા ડાક્ટરે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે અજાણ્યા આરોપી સામે છેતરપિંડી અને સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી. કે. વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.