પહલગામ હુમલા પછી ભારત અને પાકીસ્તાન વચ્ચે ઘણો તણાવ ચાલી રહ્યો છે. તો એવામાં પાકિસ્તાની નાગરિકોને ભારતમાંથી પાકિસ્તાન ડિપોર્ટ કરાઈ રહ્યા છે. આતંકી ગતિવિધિઓમાં શામેલ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલીના એક મદરેસામાં એક મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળ્યું છે. જે મામલે ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે.

અમરેલીમાં આવેલી મદરેસાના મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિઓની પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ધારીના હિમખીમડાપરામાં આવેલ મદરેસામાં મૌલાનાના પાકિસ્તાન કનેક્શન અંગે પોલીસે કાર્યવાહી આદરી છે. તો પોલીસ તપાસમાં મૌલાના મોહમદફઝલ શેખના મૂળ રહેઠાણના પુરાવાઓ મળ્યા નથી. પોલીસે તપાસમાં જાણ્યું કે, આરોપી મૌલાનાના મોબાઈલમાંથી ૨ સોશિયલ મીડિયા ગ્રુપ મળી આવ્યા છે.

આરોપી મૌલાનાના મોબાઈલમાંથી “પાકિસ્તાન” અને “અફઘાનિસ્તાન” ના ૨ ગ્રુપ મળી આવ્યા હતા. હાલ એસઓજીની ટીમે આરોપીનો મોબાઈલ કબજે કરીને વધુની કાર્યવાહી હાથ ધરી છે. મૌલાનાની પોલીસે પૂછપરછ દરમિયાન તે અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. હાલ પાકિસ્તાનમાંતે કોના કોના સંપર્કમાં હતો. તે અંગે તપાસ ચાલી રહી છે. ત્યારે સમગ્ર મામલે એસપી સંજય ખરાતના સુપરવિઝનમાં તપાસ ચાલી રહી છે.