અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ પ્રવૃત્તિમાં લેવાયેલી પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ભરાડ વિદ્યા સંકુલના છ વિદ્યાર્થીઓએ રાજ્યપાલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. જેમને રાજ્યપાલ દેવવ્રતજીના વરદ હસ્તે આ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિ બદલ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયા, અમરેલી જિલ્લા ડીડીઓ પંડ્‌યા, અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ, અમરેલી સીટી પીઆઈ વાઘેલા, જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી ગોહિલ અને પ્રાથમિક નાયબ શિક્ષણ અધિકારી સોલંકી સહિત અનેક મહાનુભાવોએ ભરાડ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.ભરાડ વિદ્યા સંકુલના સંચાલક અને અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના મહામંત્રી પંકજભાઈ મહેતાએ તમામ ઉપસ્થિત અધિકારીઓ અને હોદ્દેદારોને ભારત સ્કાઉટ એન્ડ ગાઈડનો સ્કાફ પહેરાવી તેમનું અભિવાદન કર્યું હતું.