અમરેલી શહેર ભાજપ દ્વારા રાજ્યના ઊર્જા અને કાયદા રાજ્ય મંત્રી તથા અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને અમરેલીના બે સર્કલના નામકરણ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત અંતર્ગત અમરેલીના રાધેશ્યામ હોટેલ ધારી રોડ પરના સર્કલને ભારતના પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન સ્વ. અટલ બિહારી બાજપાઇની સ્મૃતિમાં ‘અટલ સર્કલ’ અને સાવરકુંડલા રોડ ચોકડી પરના સર્કલને ‘સંત શ્રી ભોજલરામ સર્કલ’ નામ આપવાની માગણી કરવામાં આવી હતી. આ રજૂઆત શહેર ભાજપ પ્રમુખ વિજય ચોટલીયા, મહામંત્રી રાકેશભાઈ સાવલિયા, યોગેશભાઈ ગણાત્રા, ઉપપ્રમુખ મૌલિકભાઈ ઉપાધ્યાય અને નાથુભાઈ ધાધલ દ્વારા કરવામાં આવી હતી.









































